Find the Best ગુજરાતી_ગઝલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',
Umang Parmar
એક ફુલની પાંખડીના ઘમંડ ને તોડવા જ ઈશ્વરએ તારી આંખોની રચના કરી હશે. #ગુજરાતી #ગુજરાતી_ગઝલ #yqmotabhai
#ગુજરાતી #ગુજરાતી_ગઝલ #yqmotabhai
read morevibrant.writer
સંબંધ તો એ જ પણ નામ નથી જોઈતું, આજકાલ કોઈ સરેઆમ નથી જોઈતું. શરીર સાથે રમે પછી પૂછું, ક્યારે સાથે રહીશું? તો કે છે કે મારે એ બંધાવાનું કામ નથી જોઈતું. બાર કલાક સાથે રહે, પૂછ્યું કેમ એકલું રહેવું? તો કે છે કે મારે કોઈનું એહસાન નથી જોઈતું. વાતે વાતે ફોન, સામે મળે તો હું કોણ, પૂછ્યું આ શું? તો કે છે કે મારે મારું નામ બદનામ નથી જોઈતું. સાથ વગર ચાલે નહીં અને વાતો કરે એકલતાની, જા મારે જ મારી પાછળ એનું નામ નથી જોઈતું. #ગઝલ - #નામ_નથી_જોઈતું. સંબંધ તો એ જ પણ નામ નથી જોઈતું, આજકાલ કોઈ સરેઆમ નથી જોઈતું. શરીર સાથે રમે પછી પૂછું, ક્યારે સાથે રહીશું? તો કે છે કે મારે એ બંધાવાનું કામ નથી જોઈતું.
#ગઝલ - #નામ_નથી_જોઈતું. સંબંધ તો એ જ પણ નામ નથી જોઈતું, આજકાલ કોઈ સરેઆમ નથી જોઈતું. શરીર સાથે રમે પછી પૂછું, ક્યારે સાથે રહીશું? તો કે છે કે મારે એ બંધાવાનું કામ નથી જોઈતું.
read moremummy_s_prince
મળી જશે રહી ગયું હતું જે બાકી આજે એ લગભગ પૂર્ણ થયું છે, નહતી ખબર કે એ મને એવી રીતે મળશે જે સાકાર થશે. ચાહત હતી પામવા કોઇનો બસ એક ઉંમર સુધી સાથ, એનો સાથ મને આમ આવી રીતે અચાનક જ મળી જશે. કર્મનો અડધું પાત્ર તો હું જાણી ચૂક્યો પણ હવે બાકી છે, મારા કર્મના અડધાં પાત્રને જાણવાની ઇચ્છા હવે પૂર્ણ થશે.
રહી ગયું હતું જે બાકી આજે એ લગભગ પૂર્ણ થયું છે, નહતી ખબર કે એ મને એવી રીતે મળશે જે સાકાર થશે. ચાહત હતી પામવા કોઇનો બસ એક ઉંમર સુધી સાથ, એનો સાથ મને આમ આવી રીતે અચાનક જ મળી જશે. કર્મનો અડધું પાત્ર તો હું જાણી ચૂક્યો પણ હવે બાકી છે, મારા કર્મના અડધાં પાત્રને જાણવાની ઇચ્છા હવે પૂર્ણ થશે.
read moremummy_s_prince
વીતેલો સમય નથી આવતો એ સમય જે ક્યારયનો વીતી ગયો છે, નથી આવતો વિશ્વાસ જે કોઈ ભૂલથી તૂટી ગયો છે. કેમ કરીને તમે પ્રયત્ન કરી શકો છો પણ થશે કંઇ નહીં, કારણ કે એ તમારી ભૂલ હતી જે ભૂલથી તમે કરી છે. સંબંધ બનવામાં અને કેળવવામાં આખી ઉંમર વીતી જાય, પણ નથી રહેતું માન જ્યારે તમે ક્રોધમાં અપમાન કરો છો.
નથી આવતો એ સમય જે ક્યારયનો વીતી ગયો છે, નથી આવતો વિશ્વાસ જે કોઈ ભૂલથી તૂટી ગયો છે. કેમ કરીને તમે પ્રયત્ન કરી શકો છો પણ થશે કંઇ નહીં, કારણ કે એ તમારી ભૂલ હતી જે ભૂલથી તમે કરી છે. સંબંધ બનવામાં અને કેળવવામાં આખી ઉંમર વીતી જાય, પણ નથી રહેતું માન જ્યારે તમે ક્રોધમાં અપમાન કરો છો.
read moremummy_s_prince
અનુભવ કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી, ના જાણે કેમ પણ આવું થવું પણ જરુરી છે આ જીવનમાં. કહેવાય છે ને કોઇ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી, પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં. નથી કોઇ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી, કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં.
કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી, ના જાણે કેમ પણ આવું થવું પણ જરુરી છે આ જીવનમાં. કહેવાય છે ને કોઇ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી, પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં. નથી કોઇ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી, કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં.
read moreBindu Harshad Dalwadi
-:ગઝલ:- ********* છે ફરિયાદ! નથી કરતી જા હવે ..! હું પણ યાદ ! નથી કરતી જા હવે..! રડું, માથા પછાડું, પણ તને શું? વાદ-વિવાદ ,નથી કરતી જા હવે..! ખૂબ પરોણાગત કર્યા છે પ્રેમના છે વિષાદ ! નથી કરતી, જા હવે..! કહી કહી, થાકી ઘણી, હું પ્રેમમાં; એમ સાદ નથી કરતી ! જા હવે..! ના હવે ફરીયાદ કે ના યાદ છે; મીઠો સંવાદ ! નથી કરતી, જા હવે..! ******************************* ©Bindu Harshad Dalwadi #ગઝલ #ગુજરાતી_ગઝલ #ફરિયાદ #Nojoto #harshbindu
#ગઝલ #ગુજરાતી_ગઝલ #ફરિયાદ #harshbindu
read moreManoj Bhabhor
મોજીલી દુનિયા મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું સુખમાં સાથ મળે છે, દુઃખમાં દગો મળે છે મોજીલી દુનિયા નો નિયમ છે દગો આપવાનું.. કેમ કે મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું..(૨) જીંદગી મળી છે તો જીવી લ્યો ઘડી બે ઘડી સાથ આપે છે લોકો ઘડી બે ઘડી સાથ નિભાવા બહાના બનાવે છે લોકો..તો સાથ છોડવાના બહાના બનાવે છે.. કેમ કે મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું..(૨) પ્રેમમાં પાગલ થવા કરતાં યાર માં પાગલ થાવને દોસ્તો પ્રેમ આપશે સાથ બ્રેક અપ સુધી..પણ યાર સાથ આપશે સ્મશાન સુધી.. કેમ કે મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું..(૨) હસતા રમતા જીવી લ્યો જીંદગી દોસ્તો રડી રડીને પણ શું કરી લેવાનાં હસી હસીને કરાવો જલન આ મતલબી દુનિયા ને કેમકે.. મોજીલી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું....(૨) મનોજ ભાભોર #મોજ_કરીએ_મોજ_ #મોજીલોગુજરાતી #મોજીલીદુનિયા #ગુજરાતી_ગઝલ #ગુજરાતીકવિતાઓ #Star
#મોજ_કરીએ_મોજ_ #મોજીલોગુજરાતી #મોજીલીદુનિયા #ગુજરાતી_ગઝલ #ગુજરાતીકવિતાઓ #Star
read moreFalguni Shah©
જ્યાં આવ કરતાં આવકારો વધારે મળે જ્યાં હાશ કરતાં હાશકારો વધારે મળે એક સરનામું એવું મળે ખોરડું આછું પાતળું હોવા છતાં મનનો રણકારો મળે કોક દરિયા પાર હોવા છતાં દિલનો ભણકારો ભળે આંગણ તુલસી કયારો ને ઘરે ધરમ નો ધારો મળે પરસાળે ઘાસનો ભારો ને ભીંતડે લીંપણ ગારો મળે હોય ભલે રોટલો ને છાશ પણ ભાણે માનવિયું મનનાં મોટા મળે ઘરનાં મોભ આકાશે આંબે પણ આડંબરે નાં નામે પરપોટા મળે હોય તડકી છાંયડી પંડે તોયે મનખાં સાંજે સંપે એવું મળે ઉઠે નનામી તોયે ઈ જ ખોરડું આતમ ફરી ઝંખે એક સરનામું એવું મળે .... #मीरां #Nojotogujarati #gujarati_gazal #ગુજરાતી_ગઝલ #સરનામું ચાલો ને એક વાત કરીએ Satyaprem Upadhyay
#मीरां gujarati #Gujarati_Gazal #ગુજરાતી_ગઝલ #સરનામું ચાલો ને એક વાત કરીએ Satyaprem Upadhyay
read moreTaru Mistry
Grandparents say કોઇને ઘરડું થવું ગમતું નથી. લાશને મડદુ થવું ગમતું નથી. વાળ ધોળા રોજ સૌ કાળા કરે, જાતથી અળગુ થવું ગમતું નથી. આંખ બેની ચાર થઈ છે તોય જો, ડાબલા સરખુ થવું ગમતું નથી. આંખ ખુલ્લી હોય છે અંતિમ સમય, આગમાં ભડથું થવું ગમતું નથી. જિંદગીભર ક્યાં કમર વાંકી કરી, લાકડી અમથું થવું ગમતું નથી. આજ વૃધ્ધાશ્રમ ભલે ને મોકલે, અંતમાં કડવું થવું ગમતું નથી. દીકરાને કોળિયો દેવો ગમે, રોટલો બચકું થવું ગમતું નથી. ગાડી વાડી અહીંની અહી રહેશે છતાં, પાછું એ દસકુ થવું ગમતું નથી. આજ સ્વાભિમાનથી જીવીશ હો, ઓટલે મટકું થવું ગમતું નથી. ભવ સમંદર પાર જાવું છે પ્રભુ, જો ફરી ઝરણું થવું ગમતું નથી. "દીપ" આતમનો તમે પ્રગટાવજો, જીવને જીવતું થવું ગમતું નથી. 🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀 *દિપક સિંહ સોલંકી દીપ આણંદ* #વૃદ્ધ #ગુજરાતી_ગઝલ #ગમતું_નથી
#વૃદ્ધ #ગુજરાતી_ગઝલ #ગમતું_નથી
read moreDamyanti Ashani✍️
શીખવાડી દે સમય જ દરેકને કે દાવ રમવો તો કેટલો? હ્ર્દયે પાષાણ પાથરવો પડે, એ ઘાવ ખમવો તો કેટલો? ન કર ખોટી જીદ ને નહિતર પડી રે' એકલો ત્યાં તું ટેકરે, શ્વાસ જ કહે!સાંભળી લે તું ધડકન, પહાડ ભમવો તો કેટલો? રોટલા ભેગું કચુંબર, છાશ ને ગોરસ ઘણું ભાવે એ છતાં, શાક ભેગી દાળ ને મીઠાં વગરનો ભાત જમવો તો કેટલો? અગમનિગમ હશે?નજીક જઈ નમસ્કાર કરતાં કાંઇક સાંભળ્યું, રામ જાણે! છે અગોચર, એ અગોચર શબ્દ ગરવો તો કેટલો? અંધકાર છવાય નેપથ્યે,દઉં હું હાથ આડા છે ક્યાં ગજું? ઝળહળ થતો સૂર્ય ઓચિંતો થયો અસ્ત, દીપ ધરવો તો કેટલો? ~Damyanti Ashani #ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ
#ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ
read more