Nojoto: Largest Storytelling Platform

Best Gujarati_Gazal Shayari, Status, Quotes, Stories

Find the Best Gujarati_Gazal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, radha krishna love quotes in gujarati, gujarati poem on love,

  • 2 Followers
  • 3 Stories

Falguni Shah©

#मीरां gujarati #Gujarati_Gazal #ગુજરાતી_ગઝલ #સરનામું ચાલો ને એક વાત કરીએ Satyaprem Upadhyay

read more
જ્યાં આવ કરતાં આવકારો વધારે મળે
જ્યાં હાશ કરતાં  હાશકારો વધારે મળે એક સરનામું એવું મળે

ખોરડું આછું પાતળું હોવા છતાં મનનો રણકારો મળે
કોક દરિયા પાર હોવા છતાં દિલનો ભણકારો ભળે

આંગણ તુલસી કયારો ને ઘરે ધરમ નો ધારો મળે
પરસાળે ઘાસનો ભારો ને ભીંતડે લીંપણ ગારો મળે

હોય ભલે રોટલો ને છાશ પણ ભાણે માનવિયું મનનાં મોટા મળે
ઘરનાં મોભ આકાશે આંબે પણ આડંબરે નાં નામે પરપોટા મળે

હોય તડકી છાંયડી પંડે તોયે મનખાં સાંજે સંપે એવું મળે
ઉઠે નનામી તોયે ઈ જ ખોરડું આતમ ફરી ઝંખે એક સરનામું એવું મળે .... #मीरां #Nojotogujarati #gujarati_gazal #ગુજરાતી_ગઝલ #સરનામું ચાલો ને એક વાત કરીએ Satyaprem Upadhyay

Falguni Shah©

#मीरां #Nojotogujarati #Gujarati_Gazal #ગુજરાતી #શૂન્ય_પાલનપુરી

read more
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

 ~'શૂન્ય' પાલનપુરી #मीरां #nojotogujarati #gujarati_gazal #ગુજરાતી #શૂન્ય_પાલનપુરી

Falguni Shah©

Dedicated to Gani Dahiwala on their Birthday...🎂💐❤️ #मीरां #Nojotogujarati #Gujarati_Gazal #ગુજરાતી_સાહિત્ય #hindinama #gujarati

read more
#2YearsOfNojoto નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

– ગની દહીંવાલા Dedicated to Gani Dahiwala on their Birthday...🎂💐❤️

#मीरां #nojotogujarati #gujarati_gazal #ગુજરાતી_સાહિત્ય #hindinama #gujarati

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile