Nojoto: Largest Storytelling Platform

જ્યાં આવ કરતાં આવકારો વધારે મળે જ્યાં હાશ કરતાં હ

જ્યાં આવ કરતાં આવકારો વધારે મળે
જ્યાં હાશ કરતાં  હાશકારો વધારે મળે એક સરનામું એવું મળે

ખોરડું આછું પાતળું હોવા છતાં મનનો રણકારો મળે
કોક દરિયા પાર હોવા છતાં દિલનો ભણકારો ભળે

આંગણ તુલસી કયારો ને ઘરે ધરમ નો ધારો મળે
પરસાળે ઘાસનો ભારો ને ભીંતડે લીંપણ ગારો મળે

હોય ભલે રોટલો ને છાશ પણ ભાણે માનવિયું મનનાં મોટા મળે
ઘરનાં મોભ આકાશે આંબે પણ આડંબરે નાં નામે પરપોટા મળે

હોય તડકી છાંયડી પંડે તોયે મનખાં સાંજે સંપે એવું મળે
ઉઠે નનામી તોયે ઈ જ ખોરડું આતમ ફરી ઝંખે એક સરનામું એવું મળે .... #मीरां #Nojotogujarati #gujarati_gazal #ગુજરાતી_ગઝલ #સરનામું ચાલો ને એક વાત કરીએ Satyaprem Upadhyay