Grandparents say કોઇને ઘરડું થવું ગમતું નથી. લાશને મડદુ થવું ગમતું નથી. વાળ ધોળા રોજ સૌ કાળા કરે, જાતથી અળગુ થવું ગમતું નથી. આંખ બેની ચાર થઈ છે તોય જો, ડાબલા સરખુ થવું ગમતું નથી. આંખ ખુલ્લી હોય છે અંતિમ સમય, આગમાં ભડથું થવું ગમતું નથી. જિંદગીભર ક્યાં કમર વાંકી કરી, લાકડી અમથું થવું ગમતું નથી. આજ વૃધ્ધાશ્રમ ભલે ને મોકલે, અંતમાં કડવું થવું ગમતું નથી. દીકરાને કોળિયો દેવો ગમે, રોટલો બચકું થવું ગમતું નથી. ગાડી વાડી અહીંની અહી રહેશે છતાં, પાછું એ દસકુ થવું ગમતું નથી. આજ સ્વાભિમાનથી જીવીશ હો, ઓટલે મટકું થવું ગમતું નથી. ભવ સમંદર પાર જાવું છે પ્રભુ, જો ફરી ઝરણું થવું ગમતું નથી. "દીપ" આતમનો તમે પ્રગટાવજો, જીવને જીવતું થવું ગમતું નથી. 🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀 *દિપક સિંહ સોલંકી દીપ આણંદ* #વૃદ્ધ #ગુજરાતી_ગઝલ #ગમતું_નથી