Nojoto: Largest Storytelling Platform

Best Krushi Shayari, Status, Quotes, Stories

Find the Best Krushi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutkrushi sevak bharti 2020, maha krushi app, krushi mantri maharashtra 2020, krushi nagar, sajeev krushi,

  • 1 Followers
  • 1 Stories

kaushik Parmar 'ustad'

કૃષિ (ખેતી ) વિષયક કાવ્યોનું સંપાદન*

કવિ/લેખક મિત્રો... કૃષિ વિષયક કાવ્યોનું સંપાદન કરવાનું વિચારેલ છે. આપ શ્રી કવિતાના કોઈ પણ પ્રકારનું ખેડાણ કરતા હોય અને આપ પાસે *'કૃષિ/ખેતી વિષયને આવરી લેતું કાવ્ય લખેલ હોય અથવા લખી શકતા હોય* તો ચોક્કસ લખી મોકલો.

*કાવ્ય મોકલો ત્યારે નીચેની બાબતોમાં સહકાર આપશો*

1) તમારું કાવ્ય ખેતી વિષયક હોય. ખેતીના કોઈ પણ પાસાને આવરી લેતું હોવું જોઈએ, પશુપાલન પણ ખેતી સાથે જોડાયેલ છે.

2) કાવ્ય ભાષાની દ્રષ્ટિએ યોગ્ય હોય, જોડણીદોષ કે ભાષાકીય ભૂલો જાતે જ જોઈ સુધારી મોકલવી. 

3) કાવ્ય મોકલો ત્યારે..

નામ :
સરનામું:
ટૂંકો પરિચય 
વિશેષ ઉપલબ્ધી
ફો. નંબર
ઇમેઇલ 
કાવ્ય
( એક ફોટો )

આ મુજબ મોકલશો.

4) તમારું કાવ્ય *કૌશિક પરમાર 'ઉસ્તાદ'* ના વ્હોટ્સ એપ નંબર *9722191949* પર *26 જાન્યુઆરી 2021 સુધીમાં મોકલી આપી સહકાર આપશો.

5) કાવ્ય મોકલો છો ત્યારે કાવ્યનો જે પ્રકાર છે તે મુજબ તેના યોગ્ય બંધારણમાં હોવું જરૂરી છે. એ ચાહે સોનેટ, ગીત, ગઝલ, હાઈકુ કે અન્ય કોઈ પ્રકાર હોય પણ એના ચોક્કસ બંધારણમાં જ હોય તો અને માત્ર તો જ સ્વીકારવામાં આવશે. ટૂંકમાં તમારું કાવ્ય યોગ્યતાના ઘોરણે સ્વીકારવામાં આવશે જે સર્જકની કુતિ પર પંસદગી ઉતારવામાં આવશે એ સર્જકને જાણ કરી દેવામાં આવશે.

6) કૃષિ વિષયક *અન્યભાષામાં લખાયેલ કાવ્યોના અનુવાદ* કોઈ કવિ દ્વારા કરવામાં આવેલ હોય તો મૂળ કવિની કવિતા, મૂળ કવિની માહિતી પણ મોકલવી. જેથી અનુવાદ કરનાર કવિ અને મૂળ કવિને પુરી ક્રેડિટ આપી શકાય. 
(અહીં અન્ય ભાષા એટલે ભારતીય જ નહીં પણ વિશ્વની કોઈ પણ ભાષાના કૃષિ કાવ્યનો અનુવાદ આપે કર્યો હોય એવી કવિતા)

7) આ કાર્ય આપણા સહુનું છે એટલે તમામ મિત્રો સહકાર આપે એ જ મોટી સાહિત્ય સેવા છે. લેખન સાથે જોડાયેલા મિત્રો ચોક્કસથી કાવ્ય મોકલશો. 

*આપ સહુના સહકારની અપેક્ષાસહ*

કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad' #shayri #kavita #Kheti #krushi #gujarati #gujarat 

#mountainday

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile