Find the Best વિશ્વરંગમંચદિવસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી રહેવાથી એકલા એકડા થઈ જવાય છે, જીવાય છે જીંદગી જ્યારે દેડકા થઈ જવાય છે, ઉગશે સુરજ એની રાહમાં રાહ જોવાય છે, સાંજની તો વાત જ નથી એ ઢળતી જાય છે, મેહનતનો પર્યાય ક્યાં છે આ જગતમાં, મેહકયા પછી સુગંધ જ રેલાય છે, આશા અમર છે અને બેઠા નથી રહેવાનું, કરી અથાગ પ્રયત્ન ફરી બેઠું થવાય છે, રંગભૂમિ નો રણકાર દરેકને સંભળાતો નથી, હામ પોકારી લઈ હથિયાર રણભૂમિમાં જવાય છે, રેહવાથી એકલા એકડા થઈ જવાય છે, જીવાય છે જીંદગી જ્યારે દેડકા થઈ જવાય છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) જીવનમાં દરેક દિવસ નવી ભૂમિકા ભજવવાની હોય છે એ માટે સજ્જ રહેવું એ આપણી ફરજ છે 🙏🏻 . . . . . . .
જીવનમાં દરેક દિવસ નવી ભૂમિકા ભજવવાની હોય છે એ માટે સજ્જ રહેવું એ આપણી ફરજ છે 🙏🏻 . . . . . . .
read moreJAGRUTI TANNA
#WorldTheatreDay #વિશ્વરંગમંચદિવસ #કવિતા #જિંદગીનુંરંગમંચ આ જિંદગીના રંગમંચ પર કાયમ ક્યાં અડગ રહી શકાય છે? ક્યારેક થાકી જવાય છે, તો ક્યારેક હારી પણ જવાય છે. કાયમ 'ઓલ ઈઝ વેલ' ક્યાં કહી શકાય છે? ક્યારેક તો આ સૂત્રોથી પણ કંટાળી જવાય છે. કાયમ અહીં મનથી ક્યાં હસી શકાય છે? ક્યારેક મન રડતું હોય ને હોઠો પર સ્મિત રખાય છે. કાયમ આંખોએ જોયેલા સપના ક્યાં સાચા થાય છે? ક્યારેક તો આ સપનાઓ પણ હાથતાળી આપી જાય છે. કાયમ ક્યાં મહેનત જ ઓછી હોય છે? ક્યારેક તો કિસ્મત પણ ખોટી હોય છે. કાયમ ક્યાં લોખંડની જેમ ટટ્ટાર રહી શાકાય છે? ક્યારેક તો કાચની જેમ ભાંગી પણ પડાય છે. કાયમ ક્યાં નદીની જેમ સમય સાથે વહી શકાય છે? ક્યારેક તો કુવાના જળની જેમ જડ થઈ જવાય છે. કાયમ ક્યાં દરેક ક્ષણને જીવી શકાય છે? ક્યારેક માત્ર જીવિત જ રહી જવાય છે. આ જિંદગીના રંગમંચ પર કાયમ ક્યાં સ્વસ્થ રહી શકાય છે? ક્યારેક તો માત્ર સ્વસ્થ રહેવાનું નાટક જ ભજવાય છે. કેમ કે અહીં ક્યારેય માણસની સ્થિતિ ક્યાં જોવાય છે? 'જાનકી' અહીં તો કાયમ નાટક ભજવવાનો આગ્રહ રખાય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #World_Theatre_Day
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited