Nojoto: Largest Storytelling Platform

#WorldTheatreDay #વિશ્વરંગમંચદિવસ #કવિતા #જિંદગીનુ

#WorldTheatreDay #વિશ્વરંગમંચદિવસ #કવિતા #જિંદગીનુંરંગમંચ  

આ જિંદગીના રંગમંચ પર કાયમ ક્યાં અડગ રહી શકાય છે?
ક્યારેક થાકી જવાય છે, તો ક્યારેક હારી પણ જવાય છે.

કાયમ 'ઓલ ઈઝ વેલ' ક્યાં કહી શકાય છે?
ક્યારેક તો આ સૂત્રોથી પણ કંટાળી જવાય છે.

કાયમ અહીં મનથી ક્યાં હસી શકાય છે?
ક્યારેક મન રડતું હોય ને હોઠો પર સ્મિત રખાય છે.

કાયમ આંખોએ જોયેલા સપના ક્યાં સાચા થાય છે?
ક્યારેક તો આ સપનાઓ પણ હાથતાળી આપી જાય છે. 

કાયમ ક્યાં મહેનત જ ઓછી હોય છે?
ક્યારેક તો કિસ્મત પણ ખોટી હોય છે. 

કાયમ ક્યાં લોખંડની જેમ ટટ્ટાર રહી શાકાય છે?
ક્યારેક તો કાચની જેમ ભાંગી પણ પડાય છે.

કાયમ ક્યાં નદીની જેમ સમય સાથે વહી શકાય છે?
ક્યારેક તો કુવાના જળની જેમ જડ થઈ જવાય છે. 

કાયમ ક્યાં દરેક ક્ષણને જીવી શકાય છે?
ક્યારેક માત્ર જીવિત જ રહી જવાય છે.

આ જિંદગીના રંગમંચ પર કાયમ ક્યાં સ્વસ્થ રહી શકાય છે?
ક્યારેક તો માત્ર સ્વસ્થ રહેવાનું નાટક જ ભજવાય છે.

કેમ કે અહીં ક્યારેય માણસની સ્થિતિ ક્યાં જોવાય છે? 'જાનકી'
અહીં તો કાયમ નાટક ભજવવાનો આગ્રહ રખાય છે.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #World_Theatre_Day