જા કનૈયા જા તને યાદ નહિ કરું , યાદ નહી કરુ આંખે આંસુ નહીં ભરુ. સરખે સરખી સૈયર સાથે વાત નહિ કરું, જમનાઘાટે જળ ભરવા પગ નહી ભરુ. ગાવલડી ના દૂધ ના હવે માખણનૈ કરુ મહિ વેચવા મથુરાને મારગ હું પગ નય ભરુ. તારી મોરલીના સૂર હવે હું યાદ નહીં કરું, ભૂલથી પણ હવે વ્રજની વાટે પગ નૈ ભરુ. ભલે પ્રિતપુરવની અરધી રહી , છતાંય તારુ ગીત થઈને ફરું . જન્મો જનમની પ્રીત હવે બીજેનહીં કરું, જા ધુતારા તને યાદ નહિ કરું કનૈયા જા તને યાદ નહીં કરું #રાધાક્રિષ્નાભજન#યાદ #માખણચોર#કવિતા #ગુજરાતી #नाजोतोहिन्दि #najotogujrati