ધરતી પર વરસાદ રૂપી વાદળી ઉતરી ને, આવી પવન ની લેરખડી, આવી સુગંધ મારા વતન ની ધુળ ની. વરસાદી સુગંધ થી યાદ આવી વતનની, આંખે આવ્યા આંસુ, આવી સુગંધ મારા વતન ની ધુળ ની. વરસાદી સુગંધ થી યાદ આવી ખેતરની, દેખાયો લીલોછમ મોલ, આવી સુગંધ મારા વતન ની ધુળ ની. વરસાદી સુગંધથી યાદ આવી બાળપણ ની, દેખાય ગલીઓ મારા વતન ની, આવી સુગંધ મારા વતન ની ધુળ ની #વરસાદીસુગંધ #nojoto #વાસ્તવિકતા