Nojoto: Largest Storytelling Platform
nojotouser8811719668
  • 17Stories
  • 64Followers
  • 149Love
    0Views

પ્રવિણ રાવલિયા

  • Popular
  • Latest
  • Video
91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

**સફર માનવતાની**

કોઈને ટેકો દેવાનુ પણ મન નથી થાતુ.
શુ માનવતા માંદી છે?

સંબંધો મા પણ પૈસો ઘુસી ગ્યો છે.
લાગે છે માનવતા Hospital મા છે.

ભગવાન સ્વરૂપ કેવા'તા ડોક્ટરથી પણ બીક લાગે છે.
લાગે છે માનવતા Oxygen માથે છે.

આજ પ્રાણવાયુ ની પણ કાળાબજારી થાય છે.
આજ માનવતા Finally મરી રહી છે.

©પ્રવિણ રાવલિયા #HandsOn #corona #poetry #ગુજરાતી #Ahir

#HandsOn #corona #Poetry #ગુજરાતી #Ahir

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

આજ જીભાન આવી કાગળિયે,
ને વિશ્વાસ ગ્યો વહેતા પાણી,
ત્યારે વાલા તારી વાણી ક્યા છુપાણી?

કુદરતે અમુલ્ય આપી તને આ જીંદગી,
ભલા માણસ એમા તારાથી એક પલ ના જીવાણી,
એમાય બેટા ત્યે ફેરવી દિધુ ને પાણી?

તુ તો મોટી મોટી વાતો નાખવા વાળો,
પણ કોઈ દિ' ત્યે કોઈની વ્યથા ના જાણી,
હે મોટામોઢારા માનવી ત્યારે તારી લાગણી ના દુભાણી?

તુ તો લેતો કાયમ હરી કેરા નામ,
પ્રભુ સિવાય મારુ કોઈ નય તુ આ બધુ જાણી,
બે પૈસા થતા જુવાન તારી શ્રધ્ધા ક્યા અટવાણી?

©પ્રવિણ રાવલિયા #nojato #ગુજરાતી #Ahir #માણસ 

#Light

#nojato #ગુજરાતી #Ahir #માણસ #Light

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા


                    ** તો ઘણુ છે.**

લાગણીઓ ઢોળીને થોડુ જીવાય જાય તો ઘણુ છે.
પારકા પોતીકા ભુલી થોડો સમય અપાય જાય તો ઘણુ છે.
પ્રેમ વરસાવીને થોડુ જીવાય જાય તો ઘણુ છે. 
 
ક્યારેક કો'ક ને થોડી હૂંફ અપાય જાય તો ઘણુ છે. 
અભિમાન હણીને થોડુ ઘસાય જવાય તો ઘણુ છે. 
બાધી આખડીને પણ થોડુ જીવાય જાય તો ઘણુ છે. 

બે વેણ બોલીને કોઇ ને હસાવાય જાય તો ઘણુ છે. 
બીજાના અંધકારમય  જીવનમાં નાનકડો દિપ થવાય તો ઘણુ છે. 
આજીવન મસ્ત મૌલા થઇને થોડુ જીવાય જાય તો ઘણુ છે.                 બસ થોડુ જીવાય જાય તો ઘણુ છે.........

                                                   _પ્રવિણ આહિર  #footsteps #Nojoto #ગુજરાતી #કવિતા  Sachin Ahir

#footsteps #ગુજરાતી #કવિતા Sachin Ahir #વિચાર

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

**આ દુનિયા**

જરૂર પડે યાદ કરે આ દુનિયા....
નજીક આવીને સાદ કરે આ દુનિયા....
ભરી બજારે નાદ કરે આ દુનિયા....
કામ પુરુ થતા સરવાળા માંથી બાદ કરે આ દુનિયા....
થોબડા જોઈને પ્રેમ કરે આ દુનિયા....
સારુ બોલો તો રે'મ કરે આ દુનિયા....
બાકી સાચુ કહો તો પાકુ વે'મ કરે આ દુનિયા....
પૈસા હોય તો એનાથી નાય આ દુનિયા....
કામ પડે તો ગુણ ગાય આ દુનિયા....
બાકી તો ચા ની અડારી પાવાથીય જાય આ દુનિયા....

                                                      _પ્રવિણ આહિર #nojoto #ગુજરાતી #કવિતા

nojoto #ગુજરાતી #કવિતા #શાયરી

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

**આવો અમારા ગામડામાં**

નાનુ પણ નિરંતર અને 
વહે લાગણીની ધારા
આવો અમારા ગામડામાં તો મળે મીઠા આવકારા..

હોય જ્યા ધુળના ગળદિયા
જોવા મળે ગાય ને બળદિયા
આવો અમારા ગામડામાં તો ખાવા મળે ચોખ્ખા ઘી ના અડદિયા..

બેઠા હોય પાદરે ભાભલા 
ક્યારેક વાગતા હોય ઢોલ ને ડાકલા
આવો અમારા ગામડામાં તો જોવા જડે ઘેર ઘેર મહેમાન માટે ખાટલા..

ખેડુના હાથમાં હોય ખરપીયા
બોલતા ફરતીકોર બપીયા,
આવો અમારા ગામડામાં તો ખબર પડે કે આંયા કેટલા માથા ખપીયા..

                                                                     _પ્રવિણ આહિર #ગુજરાતી #કવિતા #અમારુગામડું #nojoto

#ગુજરાતી #કવિતા #અમારુગામડું nojoto

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

વાતુ તમારી મર્દાન્ગી તણી
 
રૂડો તમારો કંઠ 

રાખ્યા ઊજળા ઈતિહાસ તમે અમારા
 
તણા

ઈ હાકલા ને ઈ પડકારા તમારા 

યાદ આવે ઈશ્વરદાન.

                             _પ્રવિણ આહિર #ગુજરાતી #nojoto #ઈશ્વરદાન #કવિતા

#ગુજરાતી nojoto #ઈશ્વરદાન #કવિતા #શાયરી

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

**કલમ નો કારીગર**

કટાર થી કલમને તાકતવાર બતાવે
                             એ કલમ નો કારીગર.....

કલમથી અદ્ભુત શબ્દો કંડારી જાણે 
                            એ કલમ નો કારીગર.....

સુર્ય,ચંદ્ર,સમદર તો ક્યારેક પ્રેમ સુધી પહોંચે 
                            એ કલમ નો કારીગર.....

કાગળ પર દુનિયાની વાસ્તવિકતા આલેખી જાણે
                            એ કલમ નો કારીગર.....

લખાયેલી લાગણીઓ અને વ્યથાઓ સમજી જાણે 
                            એ કલમ નો કારીગર.....

                                                      _પ્રવિણ આહિર #ગુજરાતી #કવિતા #nojoto

#ગુજરાતી #કવિતા nojoto #શાયરી

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

       **જાવ છુ.**

મોજ થી વયો જાવ છુ 
હાકોટા ને પડકારા કરતો જાવ છુ. 
મળી જાય કોઇ મોજીલો માણસ 
તો મોજ કરાવતો જાવ છુ. 

કયારેક વિહામો ખાતો જાવ છુ 
રસ્તો જો હોય કાટારો તો
તડકો સમજીને છાયા ની 
વાટ જોતો જાવ છુ. 

મળી જાય કોઇ કલા નો કારીગર 
તો વખાણ કરતો જાવ છુ. 
સંસાર ની આ મહેફીલમાં મન પડે ત્યારે 
ઈર્ષાદ કેતો જીવન વિતાવતો હાલ્યો જાવ છુ. 

                          _પ્રવિણ લખમણ ભાઈ રાવલિયા #ગુજરાતી #કવિતા #nojoto  KISHAN KALYANI Ashuman Sai Yogi ravaldev Ashok Vaghela

#ગુજરાતી #કવિતા nojoto KISHAN KALYANI Ashuman Sai Yogi ravaldev Ashok Vaghela #કલા

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

          **નાનકડી ટકોર**

તમે શહેરી જીવનમાં મશગૂલ લાગો છો 
કયાંક ગામડા ભુલી તો નથી ગયા ને..? ‌

અંગ્રેજી બોલતા શીખી ગયા લાગો છો 
કયાંક માતૃભાષા ભુલી તો નથી ગયા ને..?

બીજાના ઇ-માન સાથે રમતા શીખી ગયા લાગો છો 
કયાંક  ઈમાનદારી ભુલી તો નથી ગયા ને..?

હવે તમે ઘરમાં પણ ચંપલ પેરીને રખડતા લાગો છો
કયાંક ઉઘાડા પગે ભાટકવાનુ ભુલી તો નથી ગયા ને..?

આંગણે આવેલને જાકારો આપતા લાગો છો 
કયાંક આશરા ધરમ ભુલી તો નથી ગયા ને..?

બધુય ટુકા માં પતાવતા લાગો છો
કયાંક સંબંધો ભુલી તો નથી ગયા ને..?

                                          _પ્રવિણ લખમણભાઇ રાવલિયા 



  #ગુજરાતી #કવિતા #nojoto

#ગુજરાતી #કવિતા nojoto

91b7d988bae3218d98b027013860974a

પ્રવિણ રાવલિયા

** કાઠિયાવાડ **

પારકા ની ડેલીયે
હરખ ની હેલીએ 
મળે મીઠો આવકારો
મળે ટકે ટક ના ખાણા  
માન,મર્યાદા અને મહેમાનગતીમાં ઇ મોખરે
ઇતો ભલભલા ને પોતીકી ભોમ ભુલાવે
એવુ ભલુ ને ભોરૂ મારુ કાઠિયાવાડ. 

                   _પ્રવિણ લખમણભાઇ રાવલિયા #ગુજરાતી #વાસ્તવિકતા #કાઠિયાવાડ #nojoto #poetry

#ગુજરાતી #વાસ્તવિકતા #કાઠિયાવાડ nojoto #Poetry #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile