એકલી રહી રે રાધા એકલી રહી, વનરાતેવનમા રાધા એકલી રહી. જાડેજાડ જઈને એતો પૂછતી રહી , કાનુડા ને જોયો કોયે, એમ પૂછતી રહી.......... મોરપીંછાંવાળી અેણે પાઘડ ધરી.. વનરા તે વનમાં રાધા એકલીરહી, યમુના પાસે જઈને એતો પૂછતી રહી, માધવ ને જોયો કોઈ પૂછતી રહી, તુલસી ગુંજ્જા ની કંઠેમાળા પેરી. પેર્યુ પીળુ પિતાંબર મહેકે અંગ અંગ ચંદન ને કસ્તુરી ની શોભા ધરી .. વનરા વનમા રાધા એકલી રહી . ફળ ફૂલ પાસે જઈને રાધા પૂછતી રહી , કાનુડાની જોયો કોઈ પૂછતી રહી મધમીઠી વાણી એના મુખડે ભરી, વનરાવન મા રાધા એકલી રહી.. ભ્રમર પાસે જઈએ તો પૂછતી રહી, કાનુડા ને જોયો કોઈ પૂછતી રહી, અધર કમળ પર મોરલી ધરી , એવી મોરલી મધુરી શ્યામે ગીત થી ભરી વનરાવનમા રાધા એકલી રહી #રાધાક્રિષ્નાભજન #એકલીરહીરાધા#ગીત