Nojoto: Largest Storytelling Platform

વાદલડી વરસે કે ન વરસે કુદરતની કરામત માં વરસવું છે

વાદલડી વરસે કે ન વરસે
કુદરતની કરામત માં વરસવું છે મારે..

તારા પ્રેમના વરસાદમાં ભીંજાઈને
તારી રાધા બનવું છે મારે...

મોરલીયાને પણ કોઈ કહી દો
મન મૂકીને નાચી લે આજે...

વીજળીના ચમકારે ચમકારે
થનગનવું છે આજે મારે...

સરોવરના સથવારે સથવારે
હૈયાની હેલ રેલાવી છે આજે...

માવઠાની આ મોસમમાં 
તારી કિનારી બનવું છે મારે...

વાદલડી વરસે કે ન વરસે
કુદરતની કરામત માં વરસવું છે મારે..

©Drashti Desai
  #TiTLi #rain #Love #relation #Nojoto #varsad #poem