સવારનાં સાત વાગતા અને વાત થતી શાળાએ જવાની ત્યારે ધૂળનાં એ ફળિયામાં કેવો આળોટતો "હું" ક્યારેક ખોવાતી મારી પાટી તો ક્યારેક ખોવાતો કાંકરો તો ક્યારેક શાળાએ પહોંચતા પહેલા ખુદ ખોવાતો "હું" પ્રાર્થના માં આંખો ખુલ્લી રાખતો અને સાહેબ નાં હાથે માર ખાતો જ્યારે ચાલુ ક્લાસે નાસ્તો કરતો "હું" બપોરે જ્યારે રજા પડતી ત્યારે મિત્રો ને ધક્કા મારીને કલાસ ની બહાર સૌ પહેલાં દોડીને નીકળતો "હું" આખી બપોર કાગળ નાં પ્લેન, હોડી, દેડકો નતનવું તો ક્યારેક પેન કે લાકડી ની બંધુક બનાવતો "હું" તો સાંજે પાંચ વાગતા જ આંટા ટલ્લા ને આશિર્વાદ ક્યારેક શેરીમાં સાઈકલ દોડતી તો ક્યારેક ખુદ "હું" રખડતો ભટકતો ઘરે આવતો જ્યારે દિવસ આથમતો એ દિવસો પૂરા બાળપણ પુરુ હવે ખુદ ને ખોજતો "હું" #丿ㄖ几ㄒㄚ ❤️ "હું" અને બાળપણ...!