Find the Best alfazebandgi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutalfaz love poetry, urdu alfaz shayari in hindi, alfaz poetry in hindi, alfaz dil ki shayari, poetry on word alfaz,
Tirth Soni "Bandgi"
ગઝલ : રંક ઊંઘમાં પણ જાગતું શમણું હશે, સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે, મુખ પર જેના સદા હો સ્મિત પણ, હર્ષ કરતાં દર્દ એ બમણું હશે, નાથ દુઃખો દૂર કરવા રાંક ના, જે કરે ચકચૂર એ દરણું હશે ? જીવવાની હોય ઈચ્છા શોધ કર, સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે, રાત પડતાં હોય અંધારું બધે, બારણું ખુલશે એ ઉગમણું હશે, દેખ આંખો ધ્યાન આપી રાંકની, શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે, ટંક ભોજન કાજ પળપળ વેઠવું, ભૂખ કાજે દોડતું હરણું હશે, રાહ ચાલી ધ્યેયને એ પામશે, રંક સમ જેનું વલણ નમણું હશે, હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" ! દર્દ આવે તો પ્રભુ શરણું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ #ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi
#ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
ગઝલ : સેવક રામ ના જો તર્યા પાષાણ દરિયે રામ ના છે ગદાધર ભક્ત સીતારામ ના આવશે ઉદ્ધાર કરવા સર્વ નો અંજની જાયા ને સેવક રામ ના દંભ ને ડર ભાગશે ને ભૂત પણ જ્યાં કરે સંભાળ સેવક રામ ના આસુરી જીવો નું આખું ગામ ને બંધુ રાવણના છે સેવક રામ ના ! માત સીતા શોધવા લંકા ગયાં બાગ દેખાડે ભગત શ્રી રામ ના દૈત્ય ની લંકા બળી ને રાખ થઈ પૂંછ થી બાળે કપિ શ્રી રામ ના હર ગલી છેડે નગર માં એ હશે દેવ માં શામિલ કપિ છે રામ ના ગુણ નો ભંડાર, સાગર જ્ઞાન ના બંદગી ભજ દાસ એ શ્રી રામ ના - તીર્થ સોની "બંદગી" રાજકોટ #સેવક #રામ #ના #હનુમાન #ગઝલ #Hanuman #Jayanti #Birthday #Alfazebandgi
#સેવક #રામ #ના #હનુમાન #ગઝલ #Hanuman #jayanti #BirthDay #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
ગઝલ : માંગવા જેવું હશે કર્મ નું ફળ ચાખવા જેવું હશે દાન માં પણ આપવા જેવું હશે દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ? જીવ ને ક્યાં ભાગવા જેવું હશે ! મેળ ના હો એકબીજા ને છતાં સ્નેહ બંધન સાંધવા જેવું હશે પ્રેમ માં કાયમ મળે છે વેદના તે છતાં એ માણવા જેવું હશે દીપ સાથે જે બળી મળશે મને એ મળેલું રાખવા જેવું હશે સંગ માં પાયલ તણી રણકાર માં ધ્યાન દો તો જાણવા જેવું હશે વિશ્વ આખું એક નો વિસ્તાર, એ સાર માં પણ ગાળવા જેવું હશે દેહ નશ્વર ને અમર આત્મા છતાં એજ તારણ ભાંગવા જેવું હશે જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ? શેષ કંઈ પામવા જેવું હશે હેત થી સૌ ને તમે સ્વીકારજો બંદગી માં માંગવા જેવું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ #માંગવા #જેવું #હશે #ગઝલ #કર્મફળ #alfazebandgi
#માંગવા #જેવું #હશે #ગઝલ #કર્મફળ #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
Tirth Soni "Bandgi"
આવી વ્હાલી વસંત મુજ આંગણે ને મારું ઝૂંપડું થયું વૈભવ મહેલ કળી કુંપણો ફૂટી ને ફોરમ ફરી વળી જાણે સ્વર્ગ માં હું કરતો ટહેલ લીલી લીલી ડાળી એ પંખી ટહુકા કરે ને વિવિધ રંગો થયાં રેલમછેલ વેઠી વેદના પાંદડાં એ ખરી ખરી પાનખરની ખીલવા નવીન પર્ણો એ કરી પહેલ તરુ ના સુકાયેલ થડ પર હળવે હળવે ચઢે જાણે વિંટાય ને પ્રીતમ સજાવે વેલ માઘ સુદ પાંચમ ને ઋત વસંત નું આગમન ને સૌ શારદા પૂજે શબ્દો સૂર ભેળવેલ - તીર્થ સોની "બંદગી" રાજકોટ #વસંત #આગમન - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi
#વસંત #આગમન - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
વરું મોત ને હું એ તમન્ના છે મારી ભળું માટી માં હું તમન્ના છે મારી માં ભારતી નો સપૂત ઉભો સરહદે હું તિરંગો ઓઢવાની તમન્ના છે મારી ગણતંત્ર દિવસે હું સ્મરું શહીદો ને શમા થઈ બળવાની તમન્ના છે મારી - બંદગી ગણતંત્ર દિવસ - બંદગી #શહીદ #શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #બંદગી #alfazebandgi
ગણતંત્ર દિવસ - બંદગી #શહીદ #શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #બંદગી #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
આંખો માં અશ્રુ લઈ ઉભી એક નારી દેખાવડી સુંદર ને બોલી પણ પ્યારી ચાલ ચપળ અને ચંચળ ગતિ ન્યારી લજ્જા ને સ્વયં એને જાણીને ગુમાવી દિલરૂબા ત્યજી ને તંબુરો સ્વીકારી મોહન ને મીરાં ની ગીરા એ પોકારી તજી લોક લજ્જા ને મીરાં ભઈ બાંવરી એક જ રટણ રટે રડતાં રડતાં મારો મોરારી... મારો મોરારી... - તીર્થ સોની "બંદગી" મારો મોરારી - બંદગી #શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #મીરાં #મોહન #બંદગી #alfazebandgi
મારો મોરારી - બંદગી #શાયરી #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #મીરાં #મોહન #બંદગી #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
સુમન પોર પડી ને ઉઠ્યા સુમન ઢળ્યા રવિ ને પોઢ્યા સુમન ઉપવન માં ડગમગતા સુમન ગીત મધુરાં ગાતાં સુમન ભમરાઓ ની શાળા સુમન મઘ મીઠું મલકાતાં સુમન તરુઓ શણગારતા સુમન આસપાસ મહેકાતા સુમન કો' કેશ ને સજાવતા સુમન કોઈ મઝાર ચઢાવતાં સુમન આળોટતાં હરિ ચરણોમાં કદી મનુ પદે કચડાતા સુમન વ્રત માં વિશ્વાસ વર્ણવતાં સુમન સૌન્દર્ય લજવતા સુમન કાળમીંઢ કાળજે ખીલતાં સુમન ઝરણાં કાંઠે બેઠાં સુમન શમણાં તૂટયાં ઉગ્યાં સુમન શબ્દો પહેલાં પુગ્યાં સુમન ઉત્સવ પ્રસંગ કે શોક મરણ સૌ એ ફક્ત શોધ્યાં સુમન પ્રથમ શાખ પછી પર્ણ બન્યાં ને કળી ખુલી ને ખીલ્યાં સુમન - બંદગી સુમન - બંદગી #શાયરી #સુમન #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #બંદગી #પ્રેમ #alfazebandgi
સુમન - બંદગી #શાયરી #સુમન #શાયર #ડાયરી #કવિ #કાવ્ય #બંદગી #પ્રેમ #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
આ વર્ષે ક્ષણો કેટલાં જલ્દી વિત્યાં ? હું ને તું અવર થી આપણે થયાં સ્મરણ સાગર ની લહેર સાથે વહ્યાં વિયોગ ની વ્યથા ને કેમ કરું બયાં ? પરાણે મેં પાંપણ ના પલકારા રોક્યાં નયનો મારા તુજ દર્શ કાજ છે તરસ્યાં, વાટ જોતો હજુ હું છું ઉભો ત્યાં પણ, તારા આગમ ના એંધાણ ક્યાં ? ઉર ઊર્મિ ના ઉકળતાં ઉભરાં સહ્યાં મેં, ખૂણામાં બેસીને મેં હીબકાં ભર્યાં વિરહ ના ઝખ્મોં ને કવન માં મેં કહ્યાં મનોરથો મારાં મન ના મનમાં જ રહ્યાં હવે ન પૂછશો શી દશા છે તમારી ? થયાં તરુ એવાં જેનાં બધા પાન ખર્યાં અરજ છે થાવ વસંત, આવી પાનખર જ્યાં સદા "બંદગી" એ તમારાં જ જાપ જપ્યાં - તીર્થ સોની "બંદગી" રાજકોટ થાવ વસંત આવી પાનખર જ્યાં - તીર્થ સોની "બંદગી" #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #પ્રેમ #વિરહ #વેદના #બંદગી #alfazebandgi
થાવ વસંત આવી પાનખર જ્યાં - તીર્થ સોની "બંદગી" #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #પ્રેમ #વિરહ #વેદના #બંદગી #alfazebandgi
read moreTirth Soni "Bandgi"
प्यादा जन्नत है तुझ में, जहन्नम तु मेरा तुझ से ही है वजूद मेरा सांस लेते ही तेरा नाम आए दिल की धड़कनें तेरी याद लाए खुशबू से तेरी बेशुमार महेकता हूं तु खुदा है मेरा में तेरा प्यादा हूं... - बंदगी "प्यादा" - बंदगी #शायर #शायरी #डायरी #कलम #कागज़ #कवि #कविता #alfazebandgi