Nojoto: Largest Storytelling Platform

Best sid_rajgor Shayari, Status, Quotes, Stories

Find the Best sid_rajgor Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthindi shayari in one sid love, i love you sid, dj sid love on, sid sriram high on love, sid the sloth quotes,

  • 1 Followers
  • 1 Stories

Siddharth Rajgor 'અનંત'

*શીર્ષક: અપાર છે.*
ક્યાંક નવી સોનેરી સવાર છે,
તો ક્યાંક સ્નેહ અપાર છે;
ખૂટ્યું ભીતરે કિરણ આશાનું,
જ્યાં વસ્યો અંધકાર અપાર છે.
નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ,
 હવે રસ્તા સૂનકાર અપાર છે.
છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું,
હવે હવામાં ભણકાર અપાર છે.
ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!,
હવે સ્મરણોના રણકાર અપાર છે.
ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં,
હવે પારખવા પડકાર અપાર છે. 
દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા,
હવે શબ્દોમાં ધબકાર અપાર છે.
આંખો પણ રાહ જોઈ થાકી ગઈ,
હવે રાતોને દરકાર અપાર છે.
આ સમય પણ કદાચ મારો નથી રહ્યો,
હવે જોડે રહી છળ નાર અપાર છે.
ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!;
હવે મળ્યું એમાં બળ નાર અપાર છે.
જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ;
હવે સોદા કરનાર અપાર છે....
 — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'*
 —  11/11/'22 
       8:40 pm

©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratiwriter #gujarati #gujratikavita #WordsFromHeart #alone #anant #sid_rajgor

#LostInSky

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile