Nojoto: Largest Storytelling Platform
vaghsanjayprof8053
  • 107Stories
  • 437Followers
  • 5.4KLove
    4.9KViews

Dr.S.K. Vagh

"યુદ્ધ એ જ કલ્યાણ"

  • Popular
  • Latest
  • Repost
  • Video
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White વ્યાખ્યા ક્યાં સંભવ છે મારા વ્યક્તિત્વની, 
જેણે પણ મને જોયો ખુદ જેવો જોયો...

©Dr.S.K. Vagh
  #sad_quotes
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White સફળ થવાની હરીફાઈમાં જપાયું નહિ 'સંજય '
હવે સમજાયું સસલું કેમ ઊંઘી ગયું ને કાચબો જીત્યો...!

©Dr.S.K. Vagh
  #Sad_shayri
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

ભગવાનનું તમે જે રૂપ ધાર્યું છે, તેમાં તમારું મંતવ્ય વધાર્યું છે...
હોય શકે રૂપ અલગ ખુદાનું માણસ માટે કદાચ આ બતાવ્યું છે...

કોણ માને કે ઈશ્વર આવો જ હશે, રૂપ એનું કયું અહીંયા આવ્યું છે...
આવેછે વારંવાર વયો જાય છે, આ દુનિયામાં કોને ભલા ફાવ્યું છે...

બધું આખરે તો કુદરત જ છે સંજય, 
આ તને ને મને કોણ અહીંયા લાવ્યું છે...

ના માનો કૃષ્ણને તો બુધને માનો...
અરે તમને ક્યાં કોઈ આમંત્રણ આવ્યું છે...

મૃત્યુ બધાનું સમાન છે જાય છે પ્રાણ માત્ર...
હોય ઈશ્વર કે ખુદા કોણ લેવા આવ્યું છે..!

આત્મા પણ મરતી હશે ક્યાંક તો આખરે...
આ વસ્તી ગણતરીમાં કે એને સ્થાન વધાર્યું છે...

ભગવાન તારી બાજુમાં બેસીને તને સમજાવશે, 
તે ભલા કોઈ દિવસ કોઈનું કંઈ માન્યું છે...!

©Dr.S.K. Vagh #God
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White કેવી લાગણીમાં ફસાયો હું, આભ સાથે અથડાયો હું,
આમતો કાંઈજ મારું કરી નથી શકવાના કોઈ, પણ એક વરસાદના ટીપે ઘવાયો હું..

©Dr.S.K. Vagh
  #emotional_sad_shayari
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White શું સાચે જ ભગવાન બધાના જુદા હશે?
શું બીજા ગ્રહો પર પણ ખુદા હશે? 

આપડે કહીએ છીએ એલિયન જેને,
શું તેવોના આપણાથી અલગ મુદ્દા હશે?

શું બીજી પણ પૃથ્વી હશે બીજે ક્યાંય?
શું કોઈ ત્યાં પણ આવી આપદા હશે? 

શું યાદ કરતું હશે આમ જ ઈશ્વર અલ્લાહને કોઈ?
શું ત્યાં પણ માણસની સત્તા હશે? 

અઘરું છે માનવું સંજય કે છે કોઈ શક્તિ ફક્ત અહીંયા,
બીજે ક્યાંય માણસ જ ન હોય તો તો ત્યાં કોણ ફરતા હશે!!!

©Dr.S.K. Vagh
  #sad_shayari
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

એ થી બીજી શું લખું પ્રેમની પરિભાષા કોઈ,
મારા ઘરે દીકરી છે એટલું કાફી છે...

©Dr.S.K. Vagh
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White આમ તો શિકાયત છે ખુદા સો તારા માટે,
પણ હું ફરિયાદી, આભારી, કે ઉપકારી નથી.

સ્વર્ગ જોયીએ છે મારે હા, પણ
મરવાની મારી કોઈ તૈયારી નથી.

કેવાને તો ઈશ્વર, ખુદા, ભગવાન બધા જ છે અહીંયા,
એક જોતા દુનિયાનો કોઈ અધિકારી નથી.

માંગે છે વ્રત, વચન, માનતાઓ શાને?
તું ઈશ્વર છો ! કોઈ વ્યાપારી નથી...

કૃપા હોય કે કર્મ હોય બંને સમાન હોવા જોઈએ,
કદાચ ભેદભાવની તને તો બીમારી નથી?

હશે સત્ય તો સમાનતા પણ હશે,
ઈશ્વર માણસ જેવો તો વ્યભિચારી નથી...

©Dr.S.K. Vagh
  #Emotional
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

નથી એથી વધારે કામણગારું કોઈ,
પીવાનું મન થાય "ચા" અને સાથે તું હોય.

©Dr.S.K. Vagh
  #teatime
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White હિસાબ ક્યાં મળે છે કંઈ બેફિકરાઈમાં રહેવાનો,
તું આવી જા, હું રસ્તામાં છું એટલું કાફી છે...

©Dr.S.K. Vagh
  #Friendship
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

હું એ નહિ બનું તને જે જોઈએ છે...
હું જે છું, હો પસંદ તો આવજે...!

©Dr.S.K. Vagh
loader
Home
Explore
Events
Notification
Profile