Nojoto: Largest Storytelling Platform
bhaskarravat6634
  • 32Stories
  • 24Followers
  • 261Love
    0Views

Bhaskar Ravat

Singer 🎤 Shaayar ✍🏻 Sketcher ✏️

  • Popular
  • Latest
  • Video
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

રોજ રીતસર નું

ખૂંચે છે મને કંઈ,  રોજ રીતસર નું
ખટકે છે મને કંઈ, રોજ રીતસર નું

હૃદયનું શુ ? એ તો છે જ તૂટવાનું
થાય કત્લ-એ-આમ, કેર ન ઘટવાનું
ટપકે માંય લોહી, રોજ રીતસર નું

મનાવે અહી કોણ ? ને વળી શુ રૂઠવાનું
છે ઘોર અંધકાર, કાજલ શું આંજવાનું
આંધળા-પાટા રમાય, રોજ રીતસર નું

કોણ આવીને સાંભળે મારી મનોવ્યથા
થઈ ગઈ દાગ-દાગ જોને મારી દુર્દશા
તૂટે છે કોઈ 'કલ્પ', રોજ રીતસર નું

હરફ નું શુ ? એ તો ક્યારનાય સિવાયા
એના નામ ના મગ, આ મોં માં ભરાયા
મૂંગા બનાય 'કલ્પ' ! રોજ રીતસર નું

ખૂંચે છે મને કંઈ,  રોજ રીતસર નું
ખટકે છે મને કંઈ, રોજ રીતસર નું

               ✍🏻 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #sad #lonely #thought 

#Dark
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

અર્ધાંગિની

હો.. જ્યાર થી મને, તું મળી છે 
એ દિવસથી, આ દુનિયા ગમી છે 

બંધાયો છું દિલથી, તારા દિલના તારે 
મને એ દિવસથી, ખુશીઓ મળી છે

રાખે છે તું કેટલો, મારો ખયાલ
સાચું કહું બહુ કરે છે, તું મને વ્હાલ 

જિંદગી મારી બની ગઈ, બહુ ધની છે 
જે દિવસથી તું, અર્ધાંગિની બની છે

હો.. જ્યાર થી મને, તું મળી છે 
એ દિવસથી, આ દુનિયા ગમી છે  

આજીવન હું તારો, આપું છું સાથ
કેમ કરી માનું હું, ભગવાનનો પાડ 

આગમન આ તારું, રોશની બની છે 
જે દિવસથી તું, હમ-સાથી બની છે

હો.. જ્યાર થી મને, તું મળી છે 
એ દિવસથી, આ દુનિયા ગમી છે 

               ✍🏻 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #wife #lifepartner #respect #Love 

#Ring
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

રાખું છું

એકલતામાં દર્દને આમ હું દાદ આપું છું
જાહેરમાં એનો જાદુઈ અપવાદ રાખું છું

ગૂંગળાઈ જાઉં છું ગમના સાગરમાં ડૂબી
મૌન રાખી મનથી મનમાં સંવાદ રાખું છું

જાણું છું સહુને એ છે પારકા કે પોતાના
જાણી જોઈ આંખ આડા કાન રાખું છું

બળી જાઉં છું બિસ્માર હાલાત ને થકી
બધાથી છુપાવીને દિલની રાખ રાખું છું

વેરવિખેર છે જિંદગી જાણે કાચના ટુકડા
સજાવીને એને રોજ ટીપ ટાપ રાખું છું

અથડાયો પછડાયો ને છું ખુદથી ઘવાયો
રાખી ગઝલની ગરિમા ને 'કલ્પ' નામ રાખું છું

                    -- ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #ગુજરાતી #ગઝલ #feelings #imotional #Poetry 

#sharadpurnima

#ગુજરાતી #ગઝલ #feelings #imotional #Poetry #sharadpurnima

6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

ગોકુળ સૂનું, ગોપીઓ સૂની, 
આંખો ભીની ભીની રે, 

આવી જા ઓ કાનુડા !
આ વાટો, સૂની સૂની રે,

હે આવ રે, હે આવ રે, 
હે આવ રે, કાન્હા આવ રે..!!
હે આવ રે, હે આવ રે,
હે આવ રે, કાન્હા આવ રે..!!

સ્નેહમિલન નો બાંધ્યો છે ઝુલો,
આવી તું ઝુલાવી જા;
અંતરમનમાં જામ્યો છે મેઘો,
આવી તું થંભાવી જા,

રાહ છે કોરી, દિલ ની દોરી,
વીંટાય નહીં પૂરી રે;
આવી જા ઓ કાનુડા !
લઈ પ્રેમ ની ફીરકી કોરી રે,

હે આવ રે, હે આવ રે, 
હે આવ રે, કાન્હા આવ રે..!!
હે આવ રે, હે આવ રે,
હે આવ રે, કાન્હા આવ રે..!!

અરમાનો લઈ આવી છે આઠમ,
એને તું પંપાળી જા;
દિલ મારુ બેકાબૂ બન્યું છે,
એને તું સંભાળી જા,

રસમ છે રૂડી, પ્રેમ ભરી,
ફરિયાદ થોડી થોડી રે;
જલ્દી કર ઓ કાનુડા !
કેમ જાશે મટકી ફોડી રે,

હે આવ રે, હે આવ રે, 
હે આવ રે, કાન્હા આવ રે..!!
હે આવ રે, હે આવ રે,
હે આવ રે, કાન્હા આવ રે..!!

✍🏻 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #happyjanmashtami #radhekrishna  #kanha #Kanhaiya 👍🏻👌🏻
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

નાગપાંચમ

સહુથી અનૂઠો લાગે ગોગાનો Logo સ
પાવરફૂલ Punch ને નામ એનું ગોગો સ

ધ્રુજાવી દે ધરતી હોય પ્રાઇવેટ કે સરકારી
આંખો અંજાવી નાખે એવો રે Repo સ

દાસજીયા મહારાજ હોય કે ચુવાળવાળા
આંટીયાળી પાઘડીને ઉપર એક છોગો સ

ડરી જાય દૂરથી એ દુશ્મન ને પાપને કરનારા
ચઢાવેલ ઘટાદાર ફેણને જબરો સબડકો સ

પરચા પૂરી જાય ને આપે સાક્ષાત બ્રહ્મદર્શન
પોતાનું રૂડું માવતર જેને માને સહુ લોકો સ

જય ગોગા

                    ✍🏻 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #NagPanchami #darshan #Occasionally #Faith 

#MereKhayaal
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

નાગપાંચમ

સહુથી અનૂઠો લાગે ગોગાનો Logo સ
પાવરફૂલ Punch ને નામ એનું ગોગો સ

ધ્રુજાવી દે ધરતી હોય પ્રાઇવેટ કે સરકારી
આંખો અંજાવી નાખે એવો રે Repo સ

દાસજીયા મહારાજ હોય કે ચુવાળવાળા
આંટીયાળી પાઘડીને ઉપર એક છોગો સ

ડરી જાય દૂરથી એ દુશ્મન ને પાપને કરનારા
ચઢાવેલ ઘટાદાર ફેણને જબરો સબડકો સ

પરચા પૂરી જાય ને આપે સાક્ષાત બ્રહ્મદર્શન
પોતાનું રૂડું માવતર જેને માને સહુ લોકો સ

                    ✍🏽 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #NaagPanchami #gogaji #naagpancham #darshan
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

રક્ષાબંધન

સાદા પણ સચ્ચાઈના તાંતણા ને તાર છે
ભાઈ-બહેન નો જોને કેવો રૂડો પ્યાર છે

દેતી રહે દિલથી દરિયાતણી દુઆઓ
ભાઈ સાથે એનો નિર્દોષ વ્યવહાર છે

બાંધી નિભાવે છે બેન રે રક્ષાની રસમ
ભાઈને પણ આપેલા વચનની દરકાર છે

મદદ જેવું લાગે નહીં આમ તો જાહેરમાં
પરસ્પર પ્રેમનો અણદેખ્યો સહકાર છે

જોડી રાખે બંનેને જાણે કોઈ 'કલ્પ'શક્તિ
ભાઈ-બહેનનો સ્નેહ તો હોય નિરાકાર છે

                 ✍🏽 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #Rakhi #Raxabandhan #brother #sister #Love #RESPECT 

#RakshaBandhan2021
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

Friends forever બનું જો મૌન તો, શબ્દોની છણાવટ કરી જાય છે,
રોકીને ચિંતાની ચળવળ, હેતની હિમાયત કરી જાય છે;
કરીને ટીંગા-ટોળી-ટીખળ, અનેરી જમાવટ કરી જાય છે,
મારા દોસ્તારો તો મારી મરામત કરી જાય છે.

ભૂલાવવા દર્દને મારુ, હાસ્યની બનાવટ કરી જાય છે,
ઠઠ્ઠા-મશ્કરી ને મોજ ની, કેવી કવાયત કરી જાય છે;
કોરા કાગળ સમા 'કલ્પ' પર, રંગીન લિખાવટ કરી જાય છે,
મારા દોસ્તારો તો મારી મરામત કરી જાય છે.

-- ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat
  #friends #Friendship #Dosti #happyfriendshipday 

#friendsforever
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

Friends forever બનું જો મૌન તો, શબ્દોની છણાવટ કરી જાય છે,
રોકીને ચિંતાની ચળવળ, હેતની હિમાયત કરી જાય છે;
કરીને ટીંગા-ટોળી-ટીખળ, અનેરી જમાવટ કરી જાય છે,
મારા દોસ્તારો તો મારી મરામત કરી જાય છે.

ભૂલાવવા દર્દને મારુ, હાસ્યની બનાવટ કરી જાય છે,
ઠઠ્ઠા-મશ્કરી ને મોજ ની, કેવી કવાયત કરી જાય છે;
કોરા કાગળ સમા 'કલ્પ' પર, રંગીન લિખાવટ કરી જાય છે,
મારા દોસ્તારો તો મારી મરામત કરી જાય છે.

-- ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #friends #Friendship #Dosti #happyfriendshipday 

#friendsforever
6268dffbe560ed2250dc0cc10200085a

Bhaskar Ravat

ગુરુવંદના

મને તો મારા ગુરુજી ગુરુ જ્ઞાન આપશે
ભવ ને પાર કરવાના ગુણગાન આપશે

ખાઈ રહી છે મારી જિંદગી બહુ ગોથાં
કાબૂ કરવાને થોડી શક્તિ સાન આપશે

વિચારો મધદરિયે થયા જો હાલકડોલક
ખલાસી બનીને નવી ખાસ નાવ આપશે

તરી જવું છે હવે આજ આમ પેલે પાર
એમના આશીર્વાદ હૈયું ને હામ આપશે

બની રહેવા માંગુ હું સદાય એકાગ્ર ચિત્ત
ઘૂંટીને મારા લલાટે એ કેસર'કલ્પ' છાપશે

                 ✍🏽 ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #Gurupurnima #guruji #guru #Teacher  #RESPECT #Guruvar 💐🙏🏻

#colours
loader
Home
Explore
Events
Notification
Profile