Nojoto: Largest Storytelling Platform
tirthsonibandgi1805
  • 92Stories
  • 42Followers
  • 373Love
    148Views

Tirth Soni "Bandgi"

कभी मुख से निकली, कभी स्याही से लिखी, किसी जुड़े हाथो से पढ़ी, कभी खुले हाथ में बंधी, किसी की आरज़ू, किसी की चाहत से हुआ सृजन मेरा, नरसिंह की करताल हूं, मीर का एकतर, आत्मा की पुकार हूं में खुदा की प्यारी बंदगी। न में फकीर हूं, न हु में शराबी प्यासा जाम का, रहता में संसार मे, सेवक सदगुरू और श्याम का। - बंदगी

  • Popular
  • Latest
  • Video
1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

પ્રથમ ભીતર થી સાવ શુદ્ધ થા,
પછી હળવે હળવે બુદ્ધ થા...

- તીર્થ સોની "બંદગી"
   રાજકોટ #બુદ્ધ

#બુદ્ધ

1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

ગઝલ : રંક

ઊંઘમાં પણ જાગતું શમણું હશે,
સત્ય ભાસે તે છતાં ભ્રમણું હશે,

મુખ પર જેના સદા હો સ્મિત પણ,
હર્ષ કરતાં દર્દ એ બમણું હશે,

નાથ દુઃખો દૂર કરવા રાંક ના,
જે કરે ચકચૂર એ દરણું હશે ?

જીવવાની હોય ઈચ્છા શોધ કર,
સિંધુ મધ્યે ક્યાંક તો તરણું હશે,

રાત પડતાં હોય અંધારું બધે,
બારણું ખુલશે એ ઉગમણું હશે,

દેખ આંખો ધ્યાન આપી રાંકની,
શુષ્ક વહેતું શાંત પણ ઝરણું હશે,

ટંક ભોજન કાજ પળપળ વેઠવું,
ભૂખ કાજે દોડતું હરણું હશે,

રાહ ચાલી ધ્યેયને એ પામશે, 
રંક સમ જેનું વલણ નમણું હશે,

હો ખુશી તો ક્યાં કરું છું "બંદગી" !
દર્દ આવે તો પ્રભુ શરણું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi

#ગઝલ #રંક #ગુજરાતી #દર્દ #આંસુ #alfazebandgi #કવિતા

1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

ગઝલ : સેવક રામ ના

જો તર્યા પાષાણ દરિયે રામ ના
છે ગદાધર ભક્ત સીતારામ ના

આવશે ઉદ્ધાર કરવા સર્વ નો
અંજની જાયા ને સેવક રામ ના

દંભ ને ડર ભાગશે ને ભૂત પણ
જ્યાં કરે સંભાળ સેવક રામ ના

આસુરી જીવો નું આખું ગામ ને
બંધુ રાવણના છે સેવક રામ ના !

માત સીતા શોધવા લંકા ગયાં
બાગ દેખાડે ભગત શ્રી રામ ના

દૈત્ય ની લંકા બળી ને રાખ થઈ
પૂંછ થી બાળે કપિ શ્રી રામ ના

હર ગલી છેડે નગર માં એ હશે
દેવ માં શામિલ કપિ છે રામ ના

ગુણ નો ભંડાર, સાગર જ્ઞાન ના
બંદગી ભજ દાસ એ શ્રી રામ ના

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #સેવક #રામ #ના #હનુમાન #ગઝલ
#Hanuman #Jayanti #Birthday
#Alfazebandgi

#સેવક #રામ #ના #હનુમાન #ગઝલ #Hanuman #jayanti #BirthDay #alfazebandgi #કવિતા

1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

ગઝલ : માંગવા જેવું હશે

કર્મ નું ફળ ચાખવા જેવું હશે
દાન માં પણ આપવા જેવું હશે

દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ?
જીવ ને ક્યાં ભાગવા જેવું હશે !

મેળ ના હો એકબીજા ને છતાં
સ્નેહ બંધન સાંધવા જેવું હશે

પ્રેમ માં કાયમ મળે છે વેદના
તે છતાં એ માણવા જેવું હશે

દીપ સાથે જે બળી મળશે મને
એ મળેલું રાખવા જેવું હશે

સંગ માં પાયલ તણી રણકાર માં
ધ્યાન દો તો જાણવા જેવું હશે

વિશ્વ આખું એક નો વિસ્તાર, એ
સાર માં પણ ગાળવા જેવું હશે

દેહ નશ્વર ને અમર આત્મા છતાં
એજ તારણ ભાંગવા જેવું હશે

જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ?
શેષ કંઈ પામવા જેવું હશે

હેત થી સૌ ને તમે સ્વીકારજો
બંદગી માં માંગવા જેવું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #માંગવા #જેવું #હશે #ગઝલ #કર્મફળ #alfazebandgi

#માંગવા #જેવું #હશે #ગઝલ #કર્મફળ #alfazebandgi #કવિતા

1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

#corona #coronaviruses #fightaginstcorona #Gujarati #kavita #alfazebandgi
1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

હાઈકુ માળા "કોરોના"

કાવ્ય ને કીધું
માસ્ક પહેર, હાથ
ખાસા કરી લે

કોરોના વિશે
લખવા સાવચેતી
રાખવી જોશે

છીંક આવે તો,
રૂમાલ આડો રાખ
મહામારી થી

સાવધ રહે
હાથ મિલાવ નહીં
જોડ જે હાથ

બંદગી કહે
ઘરમાં રહે, બચે
મહામારી થી

- તીર્થભાઈ સોની "બંદગી"
રાજકોટ #કોરોના #corona #coronaviruses 
હાઈકુ માળા "કોરોના"

- તીર્થભાઈ સોની "બંદગી"
રાજકોટ

#કોરોના #corona #coronaviruses હાઈકુ માળા "કોરોના" - તીર્થભાઈ સોની "બંદગી" રાજકોટ #કવિતા

1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

આવ્યો કોરોના...

તું સંહારક શિવ રૂપ થઈ આવ્યો કોરોના
રોય રોય કેટલાકે જીવ ગુમાવ્યો કોરોના

ચાલ્યો ફરશી ફેરવતો પરશુરામ જાણે
તું સકળ સૃષ્ટિ પર એમ છવાયો કોરોના

ફફડતા જીવો તો કો' હોંશિયારી બતાવે
તેં પે'લી પહેલથી જ ભય ફેલાવ્યો કોરોના

પૂરી ઘર માં સૌને કર્યાં ઘર કૂકડા પરણે
તું સર્વત્ર સન્નાટો બની છે પથરાયો કોરોના

સર્વનાશનો સોદો કરી આવ્યો જમ સાથે 
તેં હજારોનો કર્યો એમ જગે સફાયો કોરોના

કેટલીય ઉપાધિ થી જન જન ઘેરાયો છે
દુકાળમાં અધિક માસ થઈ ઉમેરાયો કોરોના

પ્રલયની ફક્ત ઝલક એક બતાવે માનવ ને
તેં ટ્રેલર થી જ સૌ નો હોશ ઉડાવ્યો કોરોના

કથી થાક્યા સંતો અગમ ભાંખનાર હતા જે
નજીક છે નાશ જગતનો, જુઓ પધાર્યો કોરોના

મક્કમ મને મહામારીથી લડીએ, એકલાં રહીને
એક દી જગ આખું કે' શે, ભારતે હરાવ્યો કોરોના

✍🏻 તીર્થભાઈ સોની "બંદગી"
      રાજકોટ આવ્યો કોરોના...

- બંદગી

#કોરોના #corona #coronavirus

આવ્યો કોરોના... - બંદગી #કોરોના #corona #coronavirus #કવિતા

1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

નારીશક્તિ ત્યારે લખાયું, જ્યારે નર ને સબળા સમજી લીધા
નર ને હાથે હથિયાર સહાણા, જ્યારે નાર ને નબળાં સમજી લીધા

ઉમા એ શિવ વિના સ્વયં શત્રુઓ સંહાર્યા, દુર્ગા ત્યારે શસ્ત્રો ધર્યા
એ રણચંડી શિવે પણ પૂજ્યા, જ્યારે શિવાએ સ્વયંને સબળા સમજી લીધા

ગૌતમ ગયાં પ્રભાત થ્યા પહેલાં, ને ઈન્દ્ર એ ગૌતમ થઈ ઘરમાં પગલાં કીધા
પથ્થર એમજ નથી થઈ અહલ્યાં, જ્યારે ઈન્દ્ર ને ઋષિવરગૌતમ સમજી લીધા

શું નહોતી જાણતી એ સ્પર્શ ની ભાષા ? સ્ત્રી તો સંવેદના ની પરાકાષ્ઠા !
રાવણ રામ થી એ ભ્રમ માં જ હણાયો, જ્યારે છાયા ને સીતા સમજી લીધા

લગ્ન જીવન એ સમાનતા નો સંબંધ, નર ને નારી ફરે ચાર ચોરી ના ફેરા,
એક ફેરા માં જ આગળ થઈ સ્ત્રી, જ્યારે સ્વીકારી સ્વયંને સાયા સમજી લીધા

સ્વયં ને જે સ્ત્રી એ સમર્થ સમજ્યાં, ત્યારે કોઈ નઈ બનશે નિર્ભયા,
આ બધા પરિણામો કુવિચારો ના, જ્યારે નારી સ્વયં ને અબળા સમજી લીધા

✍🏻 તીર્થભાઈ સોની "બંદગી"
      રાજકોટ #womensday
1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

#PulwamaAttack શ્રદ્ધાસુમન

હું યાદ કરું એ પળ જે કદાચ આખરી હશે,
નથી ખબર મને કેટલી આકરી હશે!
સુગમ સુગંધી વસંત ની પો' ની શાંતિ
કોને ખબર હતી કે કુરબાની લેશે!
૪૮ સપૂતો ના ધબકતા હૃદય સરહદે,
કોણ જાણતું' તું ઓચિંતા થંભશે!
પ્રેમ પ્રસ્તાવ ના પ્રસંગો હર વર્ષ આવતાં' તા,
કોને ખબર હતી કે આવી દુર્દશા કરશે!
હર્ષિત હવા, સુગમ સવાર એકાએક ધડાકે,
કોણ જાણતું' તું શોક હતો હર્ષ વેશે!
ચિંથરેહાલ દેહ રક્ષકો ના વેખરેલ પડ્યાં' તા,
એમાં કયો કોના દેહ નો અંશ, કોણ કે'શે!
અપાર અશ્રુ મૌન માતમ ભારત ને, વેલેન્ટાઈન ડે,
કોને ખબર હતી આવો ઉપહાર દેશે!

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #pulwaattack
1f228ab5c2bbfaf3088dccd859d150d1

Tirth Soni "Bandgi"

આવી વ્હાલી વસંત મુજ આંગણે
ને મારું ઝૂંપડું થયું વૈભવ મહેલ
કળી કુંપણો ફૂટી ને ફોરમ ફરી વળી
જાણે સ્વર્ગ માં હું કરતો ટહેલ
લીલી લીલી ડાળી એ પંખી ટહુકા કરે
ને વિવિધ રંગો થયાં રેલમછેલ
વેઠી વેદના પાંદડાં એ ખરી ખરી પાનખરની
ખીલવા નવીન પર્ણો એ કરી પહેલ
તરુ ના સુકાયેલ થડ પર હળવે હળવે ચઢે
જાણે વિંટાય ને પ્રીતમ સજાવે વેલ
માઘ સુદ પાંચમ ને ઋત વસંત નું આગમન 
ને સૌ શારદા પૂજે શબ્દો સૂર ભેળવેલ

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #વસંત #આગમન

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi

#વસંત #આગમન - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કવિ #કાવ્ય #શબ્દ #alfazebandgi #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile