આજ ક્યાં મળ્યા જવાબ, ગૂગલ કર્યું તો પણ... સવાલ રહ્યા બસ ત્યાં જ, ગૂગલ કર્યું તો પણ... શ્વાસ લે છે અહી હર કોઈ,પણ ના મળ્યું મને, ખરું જીવે છે કોણ અહી,ગૂગલ કર્યું તો પણ... દુનિયામાં દિવસરાત ખબર,પણ ના મળ્યું મને.. આંખો માં નીંદર આવશે ?,ગૂગલ કર્યું તો પણ.. જગમા છે શું કહી તો દે,પણ ના મળ્યું મને.. ચાલે શું માનવ મન માં, ગૂગલ કર્યું તો પણ.. દુનિયા ની ભાષા મળી ગઈ,પણ ના મળ્યું મને.. સાચી લાગણીની પરિભાષા,ગૂગલ કર્યું તો પણ.. #yqmotabhai #yqgujarati #purvishah #google #yqtales #yqdairy #bestgujaratiyqquoets