એક તારો સાંજના ઢાળે રાતના પગલાં પૂર્વે ક્ષિતિજે દેખાતો ના ચાંદ ની રાહ ના સુરજની બહું ચાહ, લાગતો આભાસી ને એનેય ના આપવો પોતાના અસ્તિત્વનો પુરાવો, સાથ કદી ના માંગતો ના થવું એને કોઈનો સથવારો, ઊગતો એના સમયે ના નડતો એને દિવસ-રાતનો વારો, ચમકતો મનગમતા રંગે ના બીજા કોઈ રંગે અંજાતો, ને આથમતો તો રોજ કારણ ખુદને માટે ફરી ઊગવું એ જ એનો લહાવો. ⭐⭐ #star #sky #selflove #selfworth #ownyourself #enjoyyourself #gujaratipoems #grishmapoems