રક્ષાબંધન સાદા પણ સચ્ચાઈના તાંતણા ને તાર છે ભાઈ-બહેન નો જોને કેવો રૂડો પ્યાર છે દેતી રહે દિલથી દરિયાતણી દુઆઓ ભાઈ સાથે એનો નિર્દોષ વ્યવહાર છે બાંધી નિભાવે છે બેન રે રક્ષાની રસમ ભાઈને પણ આપેલા વચનની દરકાર છે મદદ જેવું લાગે નહીં આમ તો જાહેરમાં પરસ્પર પ્રેમનો અણદેખ્યો સહકાર છે જોડી રાખે બંનેને જાણે કોઈ 'કલ્પ'શક્તિ ભાઈ-બહેનનો સ્નેહ તો હોય નિરાકાર છે ✍🏽 ભાસ્કર રાવત "કલ્પ" ©Bhaskar Ravat #Rakhi #Raxabandhan #brother #sister #Love #RESPECT #RakshaBandhan2021