તું જાણે છે કદાચ આ થઈ શકે છે આ થઈ શકે છે, કદાચ તું કરી શકે છે આ તું કરી લેશે, લગભગ બધુંય મસ્ત છે પરંતુ તું ભાગમભાગની રમતમાં વ્યસ્ત છે પછી લાગે ઘણું ત્રસ્ત છે, જરા અટક આ ભરાયેલા શ્વાસને છોડી દે ને એક નવા શ્વાસને ભરી લે, કહી જો ખુદને આ થઈ શકે છે યાદ કરાવ તને તું આ કરી શકે છે, દોડતા રહેવાની તને છૂટ છે ને આ દોડ તારી અકળામણથી નહીં પણ તારી શ્રધ્ધા અને તૈયારીથી ભરપૂર છે, હવે સામે રણમેદાન નથી પણ આ મેદાનમાં તારી મનગમતી રમત છે, જ્યાં હારવું કે જીતવું અંત નથી બસ જીવનનું હોવું છે, અને આ એક જ નહીં તને શોધવા હોય એટલા અર્થ મળી શકે છે. 🌼📙📙🌼 #life #faith #confidence #believinginyourself #loveyourself #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems