Nojoto: Largest Storytelling Platform

થોડું ઘણું જતું કરો ને થોડું ઘણું ટાળો આપણા અહંકાર

થોડું ઘણું જતું કરો ને થોડું ઘણું ટાળો
આપણા અહંકાર ના રાવણ ને બાળો

શું લઈને આવ્યા ને શું લઈ જવાના ?
કેમ રે ઊભી કરવી ગૂંચ ને ગોટાળો 

આપણા છે એ આપણા જ બની રે'શે
શું કામ જણાવવાનો દુનિયાને હોબાળો

મારવા પડશે વધતા જતા મદનાં જંતુને
પ્રેમનો કરો છંટકાવ દૂર કરો રોગચાળો

સાચે જ માણવો હોય જો મુક્તિ નો મર્મ
છોડવો પડશે 'કલ્પ' અહમનો અટકચાળો

-- ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #ravan #Dussera #2020 

#Raavan
થોડું ઘણું જતું કરો ને થોડું ઘણું ટાળો
આપણા અહંકાર ના રાવણ ને બાળો

શું લઈને આવ્યા ને શું લઈ જવાના ?
કેમ રે ઊભી કરવી ગૂંચ ને ગોટાળો 

આપણા છે એ આપણા જ બની રે'શે
શું કામ જણાવવાનો દુનિયાને હોબાળો

મારવા પડશે વધતા જતા મદનાં જંતુને
પ્રેમનો કરો છંટકાવ દૂર કરો રોગચાળો

સાચે જ માણવો હોય જો મુક્તિ નો મર્મ
છોડવો પડશે 'કલ્પ' અહમનો અટકચાળો

-- ભાસ્કર રાવત "કલ્પ"

©Bhaskar Ravat #ravan #Dussera #2020 

#Raavan