આવ્યો છે આજ અવસર અનેરો, રક્ષાબંધનનો તહેવાર સોનેરો, ભાઈના કપાળે કુમકુમ લગાવી, કરે છે બેની ચોખાનો ચાંદલિયો, જમણા તે હાથ ની કલાઈ પર રક્ષા બંધાય હેતથી, બેની લે છે દુખણા બે હાથ થી ભાઈ આપે છે ભેટ ઠાઠથી, કરજો ઇચ્છાઓ પૂરી આ ભાઈ બેનીની, સુખી રાખજો પ્રભુ જોડ આ ભાઈ બેનીની, સગી હોય યા માનેલી બેન તો બેન હોય છે, બેન વગર આ ભાઈને ઘડીભર પણ ચેન હોય છે, કરતો સદાયે હેરાન આ બેન ને ભાઈને એક ડર વર્તાય છે, જશે જ્યારે બેની સાસરિયે ત્યારે કોને હેરાન કરશે? આ વાત ના વિચાર માત્ર થી આંખ છલકાય છે , મનમાં અંધકાર છવાય છે, કેમ જાણે બેન વગર જીવાય છે??? સુપ્રભાત!! આજે #રક્ષાબંધન_એટલે_પ્રેમબંધન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai