પોતાની ખોટ ને મારા પર મઢે છે, આજે તને આ ઈશ્વર પણ નડે છે. મુશ્કેલી સિવાય યાદ કર્યો છે ક્યારેય? પાછો કહે છે ઈશ્વર એકલો પડે છે. જે રોતો જડે છે તે તેના જ કર્મ ફળ, આ મહામારી જ પ્રકૃતિને શુદ્ધ કરે છે. મેં નથી બનાવ્યા એ નક્કામા સ્થાનો, જ્યાં પૈસા ચડાવી પોતે માલિક બને છે. વધારે સંગ્રહ કરી જરાક દાન કરાય છે, તેનાં ભોગે આ શ્રમિક ભૂખ્યો મરે છે. પાપીઓ દરેક યુગમાં રહ્યા છે ને રહેશે, માનવીથી દુર રહી માનવી યોગ્ય બને છે. મારા હિસાબો તારા જ કર્મો થકી થાય છે લાગે તારા જ કર્મોમાં ક્યાંક લોચો પડે છે. હે ઈશ્વર આજે તું કેમ ખોટો પડે છે.. ભૂલ ચૂક માફ..🙏 #engineers_writes ઈશ્વર ક્યારેય ખોટો ના પડે તારા કર્મોમાં લોચો પડે છે.. #vibrant_writer