Nojoto: Largest Storytelling Platform

પોતાની ખોટ ને મારા પર મઢે છે, આજે તને આ ઈશ્વર પણ ન

પોતાની ખોટ ને મારા પર મઢે છે,
આજે તને આ ઈશ્વર પણ નડે છે.

મુશ્કેલી સિવાય યાદ કર્યો છે ક્યારેય?
પાછો કહે છે ઈશ્વર એકલો પડે છે.

જે રોતો જડે છે તે તેના જ કર્મ ફળ,
આ મહામારી જ પ્રકૃતિને શુદ્ધ કરે છે.

મેં નથી બનાવ્યા એ નક્કામા સ્થાનો,
જ્યાં પૈસા ચડાવી પોતે માલિક બને છે.

વધારે સંગ્રહ કરી જરાક દાન કરાય છે,
તેનાં ભોગે આ શ્રમિક ભૂખ્યો મરે છે.

પાપીઓ દરેક યુગમાં રહ્યા છે ને રહેશે,
માનવીથી દુર રહી માનવી યોગ્ય બને છે.

મારા હિસાબો તારા જ કર્મો થકી થાય છે
લાગે તારા જ કર્મોમાં ક્યાંક લોચો પડે છે. હે ઈશ્વર આજે તું કેમ ખોટો પડે છે..
ભૂલ ચૂક માફ..🙏
#engineers_writes

ઈશ્વર ક્યારેય ખોટો ના પડે
તારા કર્મોમાં લોચો પડે છે..
#vibrant_writer
પોતાની ખોટ ને મારા પર મઢે છે,
આજે તને આ ઈશ્વર પણ નડે છે.

મુશ્કેલી સિવાય યાદ કર્યો છે ક્યારેય?
પાછો કહે છે ઈશ્વર એકલો પડે છે.

જે રોતો જડે છે તે તેના જ કર્મ ફળ,
આ મહામારી જ પ્રકૃતિને શુદ્ધ કરે છે.

મેં નથી બનાવ્યા એ નક્કામા સ્થાનો,
જ્યાં પૈસા ચડાવી પોતે માલિક બને છે.

વધારે સંગ્રહ કરી જરાક દાન કરાય છે,
તેનાં ભોગે આ શ્રમિક ભૂખ્યો મરે છે.

પાપીઓ દરેક યુગમાં રહ્યા છે ને રહેશે,
માનવીથી દુર રહી માનવી યોગ્ય બને છે.

મારા હિસાબો તારા જ કર્મો થકી થાય છે
લાગે તારા જ કર્મોમાં ક્યાંક લોચો પડે છે. હે ઈશ્વર આજે તું કેમ ખોટો પડે છે..
ભૂલ ચૂક માફ..🙏
#engineers_writes

ઈશ્વર ક્યારેય ખોટો ના પડે
તારા કર્મોમાં લોચો પડે છે..
#vibrant_writer