ગઝલ ગાગાગાગા ગાગાગાગા આખી દાબીને રાખી છે, ઝાંખી દાબીને રાખી છે, હારી'તી એકાદી બાઝી, પાંખી દાબીને રાખી છે, લેખીને છાપી રૂબાઈ, સાખી દાબીને રાખી છે, બાટીને આવ્યો મીઠાશો, તીખી દાબીને રાખી છે, ધોળો દેખાડું, રંગોમાં, ખાખી દાબીને રાખી છે, નૈનો ની “વ્યથા” મેં મારી, કાખી* દાબીને રાખી છે, (કાખી - અંગરખા કે કાપડાની બગલમાં આવતી ખાસ ઘાટની કાપડની કાપલી) -વિપુલ કે ભટ્ટ, ભુજ કચ્છ ગઝલ ગાગાગાગા ગાગાગાગા આખી દાબીને રાખી છે, ઝાંખી દાબીને રાખી છે, હારી'તી એકાદી બાઝી,