# Love - 1 # જ્યારે મને આ દુનિયાનું ભાન ન હતું ત્યારથી આપણે બંને સાથે ભણીએ, હું તારી જોડે કોઈ દિવસ વાતતો ન કરતો, પણ શાયદ તને નઈ ખબર હોય તારી એક જલક જોવા હું શું શું ન કરતો.. તારી લટકાતી એ વાળની લટ, તારા આંખનું કાજળ, તારા રૂપાળા ગાલ અને તારો મધમધતો અવાજ મારું મન મોહી લેતા..😍 બધાંનું ધ્યાન બોર્ડ ઉપર અને મારું ધ્યાન તારા ઉપર, સ્કૂલમાં બધા ભણવા આવે પણ હું તો ફક્ત તને જોવા આવતો, મારી હરેક બૂક નાં એક એક પાના ઉપર તારું નામ હશે. 🙈 કોઈ મને તારા નામથી ચિડાવે તો મને બોવ ગુસ્સો આવતો પણ અંદરથી મંદ મંદ હસતો 🤨 તારી કતરાતી આંખ અને મલકાતા હોઠ જાણે મને ઘાયલ કરી દેતા 🤭. તને ખબર ઓલા શિક્ષક દિવસના તું સાડી પહેરીને આવી હતીને, હું તો શું ભગવાન પણ તારો દિવાનો થય જાય. ખુલ્લાં વાળ, સ્વેત કાયા, અંદભૂત સૌંદર્ય જાણે કોઈ સ્વર્ગની અપ્સરા હોય 👸. પણ છેલ્લો એ સ્કૂલનો દિવસ અને છેલ્લી વાર તને જોવા માટે એ તડપતી આંખ, અને છેલ્લી વાર તારા મુખથી એ બબાય નો અવાજ. 😐 એક વાત તને ક્યારની કેવીતી આજ કવ છું તું મારા જીવનની વીતેલી વસંત છો, તું મારા જીવન ની દાસ્તાન છો, તું મારા જીવન રૂપી ચોપડી નું સૌથી પ્રેમાળ પાનું છો. હું ત્યારે પણ તને એટલો ચાહતો હતો અને આજે પણ મારી ઈછા એટલી જ છે, તું જ્યાં પણ રે ખૂશ રે.. 🤗 પ્રેમ ભાગ - ૧