ઘડિયાળ તે જ રહે, રાહ પણ ક્યાં બદલાય. ખુશી નું તણખલું આવે, આવકાર ચારે કોર ફેલાય. આંકડો આમ ફરતો રહે, આશનો ચાકડો ફરી બદલાય, ભૂતમાં પામેલું યાદ રહે, ખોવાયેલું થોડું ઘણું ભુલાય. ફરી પાછું નિત એ રહે, ચિત ફરી રોજ માં અટવાય... બસ ! એક મહીનો'ને પાંચ દિવસ બાદ... ૨૦૨૧ હવે ,આવશે... તારી વસમી વિદાય.... આતશબાજી