"મન" મન જરામાં ખુશ તો જરામાં જ દુઃખી થઈ જતું, જરા જરામાં ભરાઈ જતું તો જરામાં ખાલી થઈ જતું, ક્યારેક એકદમ હળવું ફૂલ તો ક્યારેક લાગે મણ મણનો ભાર. ના સમજાય એનુ વજન ક્યારેય, અને કોઈ ના જાણે એનો આકાર. છતાંય એ જ્યાં પહોંચે ત્યાં જ પહોંચી જવાતું, ને એ જ્યાં ના પહોંચે ત્યાં જઈને પણ ના જવાતું. બસ આમ જ કંઈ કેટલીયે મનમાની કરતું, પણ ક્યારેક મારું માનીને પોતાનેય મનાવતુ. 🧡🧡 #મન #મનમાની #મન_ની_વાતો #મનનાવમળ #meandmythoughts #notsorandomthoughts #yqmotabhai #grishmapoems