બંસરીના સૂર સંગે લઈ જાય છે સઘળાં દુઃખ, પંજરીના પ્રસાદ રૂપે આપી જાય છે સૌને સુખ. કે માધવ મારે મિત્ર છે. દ્રૌપદીના ચીર સમા પૂરે છે જીવનમાં પળ, મીરાંના કટોરા માફક લઈ જાય છે અઘરા પળ. કે માધવ મારે મિત્ર છે. શ્રદ્ધા, વિશ્વાસ 'ને પ્રેમના પતીજે છે આ સંબંધ મજબૂત અમારો આ સંગાથ રહેશે આમ જ અકબંધ. કે માધવ મારે મિત્ર છે. વાંસળીના સૂર સમા 'અજીજ' છે રાધાના માધવ, જીવનના સૂરે 'અજીજ' બની રહેશે રાધાના માધવ. કે માધવ મારે મિત્ર છે. 💐💐 #કૃષ્ણ_સુદામા_દિવસની_હાર્દિક_શુભકામનાઓ 💐💐 - અજિત ચાવડા (અજીજ) રાજકોટ #સાચા_પ્રેમ_પર_શાયરી #મિત્ર