સરળ રસ્તા કઠિન ન હોય એવું કોણે કહ્યું? હંમેશા સફળતા જ શું કામ,ચાલ આજે નિષ્ફળતા માંગુ. સફળતા જ સર્વસ્વ એવું કોણે કહ્યું? ચાલ આજે સફળતાની વ્યાખ્યાઓ કંઈક જુદી કરું. સફળતા એટલે હંમેશા જીતવું એવું કોણે કહ્યું? સફળતા તો એ કે હારીને જીતવા ફરી જાતને ઊભી કરો. જીતવું એટલે જ જીવવું એવું કોણે કહ્યું? જોમ-જુસ્સાથી જીવવું એ જ તો છે જીતવું. #gif #nojoto #gujarati #dipal_adtani