મારું હોવું તારા થકી, મારામાં કશુંક સારું હોવું તારામાં રહેલી સારપના એક ભાગ થકી, મારું કશુક બનવું તારા મને ઘણું બધું બનાવવાની મહેનતના પ્રયત્નો થકી, મારું કશુક આપતા શીખવું તને હંમેશા કંઈક આપતા જોયાની સમજ થકી, મારું વ્હાલને લાયક હોવું એ હંમેશા સાચું લાગે તારા અઢળક વ્હાલ થકી, મારી હયાતીના દરેક કણમાં મારું મજબૂત હોવું, એ તારા આપેલા આધાર થકી, ને નબળી ક્ષણોમાં પણ ટકી રહેવું એ તારા હોવાના વિચાર થકી, તારા "મારું" શબ્દનો પર્યાય બનવા માટે કારણ એ આજની તિથિ, તો આજે મમ્મી તારા હોવાપણાને જન્મદિન મુબારક તારા શીખવેલા શબ્દો ને વ્હાલ થકી. 🧡 Happy Birthday Mummy 🧡 #મમ્મી #mummy #mother #myworld #personofthelife #loveyoumummy #gujaratipoems #grishmapoems